જૂન 2012


હિંદુ સમાજે ઘણી બધી યાતના ઓ ભૂતકાળ માં ભોગવી છે. જેમાં ઘણું ખરું તો હિંદુ સમાજ ની ગંભીર ભૂલો ને કરને બનેલું. જે હજુ પણ બનતું આવે છે. સૌથી શક્તિ શાળી ધર્મ ના લોકો પણ ધર્મ ના સાચા જ્ઞાન ના અભાવે પાખંડી લોકો ને પણ ધાર્મિક સમજી લેતા હોય છે. આવા લોકો ખૂબ પૈસો સમાજ પાસે થી પડાવે છે અને તે પૈસે તાગદ્ધીના કરે છે. આમ સમાજ નો પૈસો બરબાદ થાય છે. તેના બદલે ધર્મ ના શિક્ષણ માટે જો પૈસો ખર્ચાય તો આદિ શંકરાચાર્ય જેવા મહાન પુરુષો આ દેશ માં ફરીથી જન્મ લે તેવું વેદિક સંસ્કૃતિ ના શિક્ષણ માં બળ છે.પણ જે દાન કેહવતા નવા નવા ધર્મ સ્થાનો અને ગુરુ ગાદીઓ માં ખર્ચાય છે તેના કારણે ધર્મ નું ખૂબ મોટું નુકશાન થયું છે જેને અટકાવવું ઘણું દુષ્કર છે. ધર્મ ની સમાજ અને તેનું પાલન સાથે ખોટી ખોટી માન્યતાઓ ને જોડીને, કોઈ એક જ્ઞાતિ ના ધર્મ સ્થાન ને પ્રોશ્ત્શાહન આપીને લોકો ને ઉલ્લુ બનાવવાનું બંધ થવું જોઈએ. 

(૧) પીપળી સવા ભગત ની જગ્યા.

હવે જો કોઈ આ સંસ્થાની સાચી માહિતી એકઠી કરે તો અચંબા માં પડી જાય કે આ ખરે ખર એક ધર્મ સ્થાન છે કે અધર્મ સ્થાન છે. આ સંસ્થા ચાલુ થઇ તેના મૂળ પુરુષ સવા ભગત ને નામે. આ સવા ભગત તે એક કુંભાર(પ્રજાપતિ) સંત હતા. તેઓ પોતે વિધુર હતા અને ભજન કીર્તન કરતા હતા મિલકત કશી તેમની પાસે હતી નહિ તેથી તેમને શ્રી રામાપીર નું મંદિર સ્થાપી ને ભજન કીર્તન ચાલુ કાર્ય. હવે તેમને એક વિધુર સ્ત્રી મળી તેમના જેવીજ જે માંડલ ની હતી જેને આગળ પાછળ કોઈ હતું નહિ અને તે સવા ભગત ની ચેલકી બની અને બંને સાથે સત્સંગ કરવા લાગ્યા. સવા ભગત ના ચમત્કારો ની વાતો ફેલાવવા લાગ્યા અને ધર્મ નો ધંધો ચાલુ કરી દીધો. હદ તો ત્યાં સુધી થઇ ગઈ કે પછી એક વાર મંદિર નો કોઈ મોટો યજ્ઞ અરમ્ભાવામાં આવ્યો ને તે માંડલ કી ઝબુ બાઈ જે તેમની વિધુર ચેલકી હતી તે ગ્રહ સાતક માં પણ સવા ભગત જોડે બેઠી ને કુંભાર સમાજ ના સભ્યો એ કોઈ સવા ભગત ને પ્રશ્ન પણ ના કરોય કે પત્ની સિવાય તો કોઈ સાતક માં બેસી શકે નહિ. હવે તેમને ધર્મ નું કોઈ જ્ઞાન પણ હતું નહિ જે તેમના ભજનો જોવાથી જાણવા મળે છે. ફક્ત પ્રજાપતિ સમાજ ના આગેવાનોને આગતા સ્વાગતા કરીને આ એક નવું ધર્મ ના નામે દુકાન ચાલુ થઇ. અત્યારે ત્યાં ભજન કીર્તન કલાકારો કરે છે અને પૈસા ની રેલમ-છેલામ થાય છે. પણ સમાજ ની શું સેવા થાય છે.? ધર્મ નું શિક્ષણ આપતા અનેક ગુરુકુળો કે જ્યાં વેદિક ધર્મ નું સાચું જ્ઞાન અપાય છે ત્યાં પૈસા ની ખૂબજ જરૂર છે છતાય તેમને પૈસો મળતો નથી અને આપનો પવિત્ર વેદિક વારસો ખૂબજ કષ્ટ ઉઠાવીને પણ દઢ માનો બળ વાળા સન્યાસીઓ યોગીઓ ચલાવી રહ્યા છે. બીજી તરફ હિંદુ સમાજ ના છેવાળા વર્ગ ના હરીજન બંધુઓ, ગરીબ લોકો, બીજી અનેક જાતિઓ નેને કેહવાતો હિંદુઓ નો ઉજળો વર્ગ નીચ કક્ષાના મને છે તેઓ ને ખ્રિસ્તિઅનો સમજાવીને ધર્મપરિવર્તન કરાવીને રાષ્ટ્ર ને ખૂબજ મોટી હાની પહોચાડી રહ્યા છે.  

આ સવા ભગત ની જગ્યા માં ચાલતી પૈસા ની રેલમછેલ જુઓ:-http://www.youtube.com/watch?v=CMnxzVXxulI&feature=channel&list=UL

http://www.youtube.com/watch?v=0oOOnZ1XKbY&feature=relmfu

http://www.youtube.com/watch?v=CMnxzVXxulI&feature=channel&list=UL

http://www.youtube.com/watch?v=2lE0g4z9Zfc

 

Advertisements

આ બ્લોગ ગુજરાત ની ભોળી જનતા જે ધર્મ ના નામે લૂંટાઈ રહી છે તે અટકાવવા માટે તૈયાર કરાયો છે. સમય જતા તેમાં અનેક વિવિધતા શરુ કરવાની ધારણા છે.